Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ એકમ (20:22), બીજ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 13/02/2025 ગુરુવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (21:07), પૂ.ફાલ્ગુની
યોગ :- શોભન (07:32), અતિગંડ
કરણ :- બાલવ (07:49), કૌલવ (20:22), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોથી સાવધ રહેવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અટકાવ આવશે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજમાં સાનુકૂળતા રહે, પિતા સાથે મતભેદ થશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવો હિતાવહ, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે કલહ પરિણમે, યાત્રા પ્રવાસમાં કષ્ટ ભોગવશો, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુલાકાત થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- નકારાત્મક અસરોથી પ્રભાવિત થશો, નિર્ણય લેવામાં સાવધાની રાખવી, પેટની સમસ્યાનો સામનો થશે, રોગમાં ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પેટની સમસ્યા થશે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, નકારાત્મકતા વધશે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- આકસ્મિક લાભ મેળવશો, વિદ્યાર્થી માટે કષ્ટપ્રદ સમય, આવક ચિંતા વધે, સંતાન પીડાકારી બને, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યના પ્રતાપે આગળ વધશો, જમીન મકાનના બાબતમાં પ્રશ્નો વધશે, સુખ સુવિધા ન મેળવી શકો, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધને કારણે કાર્યમાં અટકાવ તેમજ પાર્ટનરશીપ માં અવરોધો આવશે, પરિશ્રમ દાયક સમય રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા હેરાન થશો, કાર્યમાં અવરોધો તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, ગુપ્ત રોગ સંભવે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ઐહિક સુખ ભોગવવા માટે ખર્ચ કરશો, કાર્યક્ષેત્રે માનહાનિ સંભવે, વાહન સુખ ન મળે તેમજ શારીરિક તકલીફ ભોગવશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment