Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ ત્રીજ (13:11), ચોથ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 04/12/2024 બુધવાર
ચંદ્ર રાશિ :- ધન (23:18), મકર
નક્ષત્ર :- પૂર્વાષાઢા (17:15), ઉત્તરાષાઢા
યોગ :- ગંડ (13:57), વૃદ્ધિ
કરણ :- ગર (13:11), વણિજ (25:03), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન પીડાદાયક સંભવે, આવક સંબંધિત ચિંતા રહેશે, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, જલીય પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મકતા દૂર કરવી હિતાવહ, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા સંભવે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્ય પ્રબળ બને, પાચન તંત્ર સંબંધિત તકલીફ રહે, નોકરો દ્વારા ત્રાસ પામશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ રહે, ધન સંચય ઓછો થશે, જલીય સ્થળથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, જમીન મકાન બાબત તકલીફ સંભવે, વ્યાપારમાં વૃદ્ધિ પામશો, માનસિક સ્વસ્થતા રહેશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ધાર્મિક કાર્યો કરશો, યાત્રાનું આયોજન સંભવે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત ) :- ધનલાભ થશે, સામાજિક સન્માન પ્રાપ્ત થાય, વ્યાપારમાં ઉન્નતિ તેમજ ભાગ્યવાન બનશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજન સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં નામના મેળવશો, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કષ્ટમય રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રોનો સહકાર મળશે, સંતતિ પ્રગતિશીલ રહેશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ પામશો, માનસિક તાણ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધિત અવસ્થા રહેશે, ધન બાબત ચિંતિત રહેશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન ચિંતા તેમજ બંધન માં ના સપડાવો તેની તકેદારી રાખવી, માતાનો સ્નેહ મળશે, કાર્યમાં સફળતા પામશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment