Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
પોષ વદ છઠ્ઠ (14:04), સાતમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 01/02/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કન્યા (14:31), તુલા
નક્ષત્ર :- ચિત્રા (27:49), સ્વાતિ
યોગ :- ધૃતિ (12:28), શૂળ
કરણ :- વણિજ (14:04), ભદ્રા (27:08), બવ
*બુધ મકર રાશિમાં 14:24 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, પેટને લગતી બીમારી થશે, મધ્યાહ્ન બાદ ધનલાભ તેમજ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન બાબત ચિંતિત રહેશો, મિત્રો સાથે મતભેદ થશે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ તેમજ આંતરિક સમસ્યા દૂર થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન બેચેન રહે, માતા સાથે મતભેદ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થશે, આવક ચિંતા દૂર થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધાર્મિક કાર્યો કરશો, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતા પ્રવર્તે, નેત્ર પીડા થશે, મધ્યાહ્ન બાદ ધાર્મિક કાર્યોમાં રૂચી વધશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, શત્રુ પર વિજય મેળવશો, મધ્યાહ્ન બાદ અટકાયેલા કાર્યો શરૂ થશે, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ રોગ શત્રુ પર વિજય મેળવશો, આતંરિક જ્ઞાન ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માતા પિતા સાથે મતભેદ સંભવે, મન બેચેન રહે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, લાભ મળશે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ પામશો, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક પ્રભાવ પડશે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળશે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા થશે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ મળશે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment