Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ બીજ (09:12), ત્રીજ (ક્ષય તિથિ)
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 31/03/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (13:45), ભરણી
યોગ :- વૈધૃતિ (13:46), વિષ્કુમ્ભ
કરણ :- કૌલવ (09:12), તૈતિલ (19:26), ગર
*સૂર્ય રેવતી નક્ષત્રમાં 14:00 થી, બુધ ઉદય પૂર્વે*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય સંભવે, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ રોગમાં વધુ ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધાયેલા કાર્યો શરૂ થશે, નેત્ર પીડા અથવા મુખ સંબંધિત રોગ સંભવે, વિદ્યાર્થીઓએ સાવચેત રહેવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- સંતાન ચિંતા દૂર થતી જણાશે, ભાગ્ય પ્રબળ થશે, કાર્યમાં સફળતા તેમજ જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, પરિશ્રમ દાયક સમય, બોલચાલમાં ધ્યાન રાખવું હિતાવહ, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, ધન બાબત ચિંતા વધશે, સરકારી કામકાજમાં વ્યસ્તતા રહેશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક અસરોથી દૂર રહેવું, ધનખર્ચ થશે, ભાગ્યનો સાથ મળે, વ્યાપારમાં અવરોધ આવશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પિતાને કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- શસ્ત્ર ક્રિયા સંભવે, સ્નેહીજનો સાથે અણબનાવ તેમજ પેટની સમસ્યા રહે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થશે, માતા ની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, પ્રવાસ કષ્ટમય રહે, વાદવિવાદ માં ના પડવું હિતાવહ, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન બાબત ચિંતિત થશો, કાર્યમાં અવરોધ તેમજ સન્માન જાળવવું, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, રક્ત સંબંધિત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અગવડતા આવશે, શારીરિક માનસિક આરોગ્ય જાળવવું, જમીન મકાનના પ્રશ્નો દૂર થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment