Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ વદ બારસ (25:23), તેરસ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 22/06/2025 રવિવાર

ચંદ્ર રાશિ :- મેષ (23:03), વૃષભ

નક્ષત્ર :- ભરણી (17:39), કૃત્તિકા

યોગ :- સુકર્મા (16:58), ધૃતિ

કરણ :- કૌલવ (14:56), તૈતિલ (25:23), ગર

*બુધ કર્ક રાશિમાં 21:30 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, પાર્ટનરશીપ માં ફાયદો થશે, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે, સંતાન બાબત ચિંતા સંભવે, ઉત્તમ દિવસ રહેશે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રે આલસ્ય વૃત્તિ રહે, માતા પિતા સાથે મતભેદ તથા પેટની સમસ્યા વિકટ સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે, સારું ખાનપાન તથા માનપાન મેળવશો, સંતાનની પ્રગતિ થશે, રાજકીય લાભ સંભવે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પૈતૃક લાભો મેળવશો, વાહન વગેરે સુખ પ્રાપ્ત થશે, નામનામાં વૃદ્ધિ થશે, મન આનંદિત રહેશે, પ્રવાસમાં સાવચેતી રાખવી, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરશો, સુખ સુવિધા મેળવશો, આંતરિક સ્વાસ્થ્ય બાબત સાવધાન રહેવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- અનિયમિતતા જળવાશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ક્રોધિત અવસ્થા પર નિયંત્રણ જરૂરી, મિત્રો સાથે તણાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ માન મોભો વધશે, લાંબી બીમારી સંભવે તે બાબત ખર્ચ વધશે, વાયુની પીડા થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અનિયમિતતા જળવાશે, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, આકસ્મિક લાભ મેળવશો, માતાની તબિયત નાદુરસ્ત રહેશે, પિતા સાથે વૈમનસ્ય સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કળા ક્ષેત્રે વૃદ્ધિ થશે, આવક ચિંતા દૂર થશે, માતા સાથે મતભેદ તેમજ હાથમાં પીડા રહે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબત ચિંતા વધશે, યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને, માન સન્માનમાં વૃદ્ધિ થશે, આંતરિક સુખ મેળવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, સ્નેહીજનોથી વિપરીત થવું પડે, નેત્ર રોગ થશે, ભાગ્યના જોરે પ્રગતિ સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન જીવનમાં ઊણપ વર્તાશે, ધન સંચય ઓછો થાય, સ્નેહીજન દ્વારા પ્રગતિ સંભવે, પેટના રોગમાં ખર્ચ વધશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments