Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ નોમ (09:50), દશમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 20/06/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મીન (21:45), મેષ
નક્ષત્ર :- રેવતી (21:45), અશ્વિની
યોગ :- શોભન (23:47), અતિગંડ
કરણ :- ગર (09:50), વણિજ (20:38), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક ખર્ચ થશે, લગ્ન જીવન સુખમય રહે, ભાગ્યની પ્રબળતા પ્રાપ્ત થશે, રાજકીય અવરોધો સંભવે, શસ્ત્ર ક્રિયા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રેમી પાત્ર સાથે મુલાકાત તથા ભોગ વિલાસતા ભોગવશો, આવકમાં ઘટાડો થશે, પેટની તકલીફો વધશે, બુદ્ધિ ક્ષમતા દ્વારા પ્રગતિ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, ભાગ્યની પ્રબળતા વધશે, પિતા સાથે તણાવ તેમજ પૈતૃક સંબંધોથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કળા ક્ષેત્રે વૃદ્ધિ થશે, સુખ સુવિધા ભોગવશો, હાથમાં પીડા તેમજ જલીય ક્ષેત્રથી દૂર રહેવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસ આનંદમય રહે, આકસ્મિક પરેશાની ઉદ્ભવશે, શસ્ત્ર ક્રિયા સંભવે, ભાગ્યોદય થશે, સંતાનના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- અનિયમિત ખાનપાન સંભવે, સ્નેહીજનો સાથે મુલાકાત તથા મસ્તક પીડા થશે, સરકારી કામકાજમાં વ્યસ્તતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- વૈવાહિક સુખ પામશો, કાર્યક્ષેત્રે વૃદ્ધિ તેમજ કળા ક્ષેત્રે જોડાયેલ માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિક યાત્રા થશે, નોકરો દ્વારા પરેશાની ઉદ્ભવશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અનિયમિતતા ખાનપાનમાં રહેશે, ભોગ વિલાસતા ભોગવશો, પેટને લગતા રોગ સંભવે, ઘર સંબંધિત પ્રશ્નો રહેશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં ફાયદો મેળવશો, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ગુપ્ત જ્ઞાન દ્વારા પ્રગતિ તેમજ પ્રવાસ સુખમય રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- જમીન મકાનના પ્રશ્નો હલ થશે, મન આનંદિત રહેશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, નેત્ર પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ગુપ્ત ભાગના રોગ ન થાય તેની તકેદારી રાખવી, સંચિત કાર્યોમાં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા વધશે, નિર્ધારેલ કાર્યોમાં વિલંબ આવશે, પ્રવાસનું આયોજન તેમજ ભ્રાતૃ વર્ગ સહાયકની ભૂમિકા ભજવશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment