Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ ચૌદશ (11:36), પૂનમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 10/06/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (18:02), જ્યેષ્ઠા
યોગ :- સિદ્ધ (13:45), સાધ્ય
કરણ :- વણિજ (11:36), ભદ્રા (24:28), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, પરિશ્રમ દ્વારા કાર્યો પૂર્ણ કરશો, નેત્ર પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધશે, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, પ્રવાસમાં કાળજી રાખવી, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, ભાગ્યોદય થાય, વ્યાપાર અર્થે પ્રવાસનું આયોજન થશે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન જમીનનું સુખ માણશો, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, સ્નેહીજન સાથે મુલાકાત થશે, રોગમાં ખર્ચ સંભવે, પેટની સમસ્યા રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- અટકાયેલા કાર્યો શરૂ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, પાર્ટનરશીપ માં લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, મોસાળ પક્ષથી હાનિ સંભવે, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક કાર્યોમાં ભાવ પ્રગટશે, પ્રવાસનું આયોજન થશે, દૂર દેશના સંબંધો સુધારશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment