Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

ચૈત્ર સુદ પૂનમ (29:52), વદ એકમ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 12/04/2025 શનિવાર

ચંદ્ર રાશિ :- કન્યા 

નક્ષત્ર :- હસ્ત (18:08), ચિત્રા 

યોગ :- વ્યાઘાત (20:41), હર્ષણ

કરણ :- ભદ્રા (16:37), બવ (29:52), બાલવ 

*શ્રી હનુમંત જન્મોત્સવ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગમાં વધુ ખર્ચ સંભવે, માનસિક સ્વાસ્થ્ય નાદુરસ્ત રહે, મોસાળ પક્ષથી હાનિ થશે, પ્રવાસમાં કાળજી રાખવી, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા રહે, કાર્યક્ષેત્રે અટકાવ આવશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, સંતાન દ્વારા ચિંતા મેળવશો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતાની તબિયત નાદુરસ્ત રહે, ધન સંચય ઓછો થશે, સર્જરી થવાના સંકેત છે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપારમાં અટકાવ તથા કૌટુંબિક પ્રશ્નો ઉદ્ભવે, ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, પરિશ્રમી સમય રહે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યોમાં અવરોધો ઉદ્ભવે, દૂર દેશના સંબંધોથી કાળજી રાખવી, પ્રવાસ કષ્ટમય રહે, અંગત વ્યક્તિઓ સાથે અકારણ મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા અથવા મસ્તક પીડા થશે, સંતાન દ્વારા પરેશાની ભોગવશો, સુખ સુવિધામાં ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- વ્યર્થ ખર્ચા વધશે, પ્રવાસમાં કાળજી લેવી, અનિયમિતતા રોગનું કારણ બનશે, પિતા સાથે મતભેદ વધશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- રાજકીય દાવપેચ થશે, સમાજમાં નામના ટકાવવી હિતાવહ, સંતાન બાબત પરેશાની ભોગવશો, અગ્નિ અથવા લોખંડ થી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- માનસિક હતાશા તથા પૈતૃક સંબંધો જાળવવા, જમીન મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, આકસ્મિક ઘટના સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટની સમસ્યા સંભવે, પાર્ટનરશીપ માં વિખવાદ તેમજ ધન સંચય ઓછો થશે, ભોગ વિલાસતામાં સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધિત સ્વભાવને કારણે વિખવાદો ઉદ્ભવે, મુખ સંબંધિત રોગ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની માટે કાળજી કારક સમય, માનપાન સાચવવું, ઐહિક સુખ માટે ખર્ચ કરશો, વિદ્યાર્થી માટે ચિંતા કારક સમય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments