Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

વૈશાખ કૃષ્ણ દશમ (25:13), એકાદશી

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 22/05/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- કુંભ (12:07), મીન

નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (17:48), ઉ.ભાદ્રપદ

યોગ :- વિષ્કુમ્ભ (21:50), પ્રીતિ

કરણ :- વણિજ (14:22), ભદ્રા (25:13), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, સંતાન ચિંતા ઉદ્ભવે, મધ્યાહ્ન બાદ ક્રોધિત અવસ્થા તથા ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા પિતા સાથે મતભેદ તથા માનહાનિ સંભવે, મધ્યાહ્ન બાદ મિત્રો સાથે તણાવ તેમજ પેટની અવ્યવસ્થા સંભવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિકતા માં અભાવ વર્તાશે, પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા થશે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ તથા બીમારીમાં વૃદ્ધિ સંભવે, આકસ્મિક દુર્ઘટના સંભવે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે તણાવ સર્જાય, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ગુપ્ત રોગ સંભવે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા લાંબી બીમારી સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, માનસિક સ્વાસ્થ્ય પર અસર સંભવે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન સંભવે, નોકરો સાથે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન ખર્ચ સંભવે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તથા આવક ચિંતા વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસ સુખમય રહે, પરિશ્રમ સફળ થશે, મધ્યાહ્ન બાદ માનસિક તાણ અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસનું આયોજન થશે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સામાજિક માન જાળવવું, કાર્યમાં અટકાવ આવશે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા નેત્ર રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસ કષ્ટમય રહે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે અણબનાવ તથા પેટની તકલીફ વધે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments